અંકલેશ્વર: પીરામણ પ્રાથમિક શાળા નજીક ટ્રાન્સફોર્મર ભડકે બળ્યુ, વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં શેકાયા

અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળી

New Update
  • અંકલેશ્વરના પીરામણ ગામનો બનાવ

  • પ્રાથમિક શાળા નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ

  • શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

  • વીજ ટ્રાન્સફોર્મર અન્ય જગ્યાએ ખસેડવા માંગ

Advertisment
અંકલેશ્વરના પીરામણ ગામમાં પ્રાથમિક શાળા નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવ્યો હતો
સૂર્યનારાયણ આકાશમાંથી જાણે અગનગોળા વરસાવી રહ્યા છે તો બીજી તરફ અંકલેશ્વરમા આગના બનાવોમાં વધારો થયો છે આજરોજ અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળી હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી.
આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર નગર સેવા સદન તેમજ ડીપીએમસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબુ મેળવાયો હતો.વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગના પગલે વીજ પુરવઠો ખોરવાતા કાળઝાળ ગરમીમાં લોકોએ શેકાવાનો વારો આવ્યો હતો.
આ તરફ ટ્રાન્સફોર્મર પ્રાથમિક શાળા નજીક જ આવેલું હોવાથી મોટી દુર્ઘટનાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. હાલમાં વેકેશન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આ વીજ ટ્રાન્સફોર્મર અન્ય સ્થળે ખસેડવાની માંગ કરવામાં આવી છે.
Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.