અંકલેશ્વર: GIDCમાં ભર બપોરે ધુમ્મસનું આવરણ જોવા મળ્યું, હવા પ્રદૂષણના કારણે સ્થિતિ સર્જાય હોવાનું અનુમાન

ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.જીઆઇડીસીના જીતાલી- સારંગપુર વિસ્તારમાં હવા પ્રદુષણના કારણે ધુમ્મસની ચાદર પથરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

author-image
By Connect Gujarat Desk
New Update
Ankleshwar Air Pollution
Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજરોજ ભર બપોરના સમયે ધુમ્મસની ચાદર જોવા મળી હતી હવા પ્રદુષણના કારણે ધુમ્મસનું આવરણ છવાયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Advertisment

દિલ્હીની જેમ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનું પ્રદૂષણ પણ બેકાબૂ થઈ રહ્યું હોવાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે.આજરોજ ભર બપોરના સમયે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.જીઆઇડીસીના જીતાલી- સારંગપુર વિસ્તારમાં હવા પ્રદુષણના કારણે ધુમ્મસની ચાદર પથરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા ન બગડે તે માટે છેલ્લા કેટલાક દિવસોથી વોટર સ્પ્રિંકલ દ્વારા પાણીનો છંટકાવ  કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ભર બપોરના સમયે ધુમ્મસનું આવરણ છવાયું હતું.

કોઈક બે જવાબદાર ઉદ્યોગ દ્વારા તેમના ઉદ્યોગમાંથી ગેસ છોડવામાં આવ્યો હોવાની પણ આ શંકા સેવાય રહી છે ત્યારે આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે. આ તરફ અંકલેશ્વર જીઆઇડીસીનો AQI એટલે કે એરક્વોલિટી ઇન્ડેક્ષ સામાન્ય શ્રેણીમાં નોંધાયો હતો.જોકે પ્રદૂષણના મામલે અંકલેશ્વર જીઆઇડીસી વારંવાર વિવાદમાં સપડાતી જોવા મળે છે.

Latest Stories