New Update
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
અંકલેશ્વર જીઆઈડીસીમાં પાડ્યાં દરોડા
આઇસ ફેક્ટરીની ઓફીસમાં ચાલતું હતું જુગારધામ
જુગાર રમતા 5 જુગારીઓની ધરપકડ
રૂ.30.38 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સોના આઇસ ફેક્ટરીની ઓફિસમાં શેર બજારના ડબ્બા ટ્રેડિંગ તેમજ જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂ.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સોના આઇસ ફેક્ટરીની ઓફિસમાં અલ્તાફ હુસેન ઘોઘારી આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પર જુગાર રમતા 5 જુગારીઓ ઝડપી પાડ્યાં હતા. આ સાથે જ સેબીની જાણ બહાર ગેરકાયદે 9 કરોડના શેરની રકમનું ટ્રાન્જેક્શન કરી ટેક્સથી બચવા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી પણ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
આ મામલામાં પોલીસે અલ્તાફ ઘોઘારી રહે ચીકુવાડી અંક્લેશ્વર, આદમ ધોધારી રહે, ચીકુવાડી અંક્લેશ્વર, સાજીદભાઈ હુસેનભાઇ ઘોઘારી, ચીકુવાડી અંક્લેશ્વર, રમેશ મગનભાઇ જસાણી રહે, સુંદરવન એપાર્ટમેન્ટ અંકલેશ્વર જી.આઇ.ડી.સી.અને ચંદ્રસિંહ આનંદસિંહ રાવત રહે.જલદર્શન અંક્લેશ્વરની અટકાયત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી લક્ઝ્યુરિયસ કાર સહિત કુલ રૂ. 30.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Latest Stories