અંકલેશ્વર: GIDC પોલીસે બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ચોરની કરી ધરપકડ !

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
aaa

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે  અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ ઉમેશ દયાળભાઈ બગડીયા ચોરી કરેલ ઈલેક્ટ્રીક વાયરના બંડલો સાથે ધરપકડ કરી હતી. આ આરોપી ઉમેશ દયાળભાઈ બગડીયા રહે. નવા કાસિયા ગામ ટેકરા ફળીયું, તા.અંકલેશ્વરની પૂછતાછમાં તેણે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકની હદમાંથી બાઈક ચોરીની પણ કબૂલાત કરતા જીઆઇડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ઝડપાયેલા આરોપીએ ભરૂચના ચાવજ રોડની વિવિધ સોસાયટીઓમાં ઘરફોડ ચોરી તેમજ બાઈક ચોરીના અન્ય ગુનાઓને પણ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
Advertisment
Latest Stories