/connect-gujarat/media/media_files/2025/03/27/1vG4ETpspJjdf7j5znPt.jpg)
ગત તારીખ-1લી જુલાઈના રોજ અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ શેડની પાછળની દિવાલના ભાગે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે.
જેવી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી 12 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને અગાઉ ચાર ઈસમોએ પકડી પાડ્યા હતા જ્યારે 6 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યો હતો તે દરમિયાન પોલીસે સુરતના પલસાણાની સિલ્વર પોઇન્ટ સોસાયટીમાં રહેતો છગનલાલ મેવાડા અન્ય ગુના બાબતે સુરત કોર્ટમાં હાજર હતો અને તે ગુનામાં તેને જમીન મળ્યા હતા.
તે જ સમયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને તેને પ્રોહીબીશનના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.