અંકલેશ્વર: GIDC પોલીસે ડેટોક્ષ કંપની નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીની કરી ધરપકડ

ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાં જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી રોકડા મળી કુલ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

New Update
gambling accused arest
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ડેટોક્ષ કંપનીની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ડેટોક્ષ કંપનીની સામે ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાં જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને બાપુનગર ઓવર બ્રિજ પાસે રહેતો જુગારી સોયેબ ઉર્ફ ભુરો યુસુફ નવાબ,વસીમ મોહમંદ અલી સૈયદ,બશીર રહેમાન શેખ,મોહમંદ યુસુફ નાયબ અને ગુલામ મુસ્તુફા મલેક તેમજ રાજેશ શિવ પ્રસાદ ઠાકુરને ઝડપી પાડ્યો હતો.
Latest Stories