અંકલેશ્વર: GIDC પોલીસ દ્વારા વયસ્ક નાગરિકો માટે સેમીનારનું કરાયુ આયોજન, સિનિયર સીટીઝનને અપાયું માર્ગદર્શન

ભરૂચ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જીઆઈડીસીમાં આવેલ સિનિયર સીટીઝન હોલ ખાતે સિનિયર સીટીઝન કાઉન્સેલિંગનું આયોજન કરવામાં આવ્યું...

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • જીઆઇડીસી પોલીસ દ્વારા આયોજ 

  • વયસ્ક નાગરિકો માટે આયોજન કરાયું

  • માર્ગદર્શક સેમિનાર યોજાયો

  • પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર જી.આઈ.ડી.પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનિયર સીટીઝન કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જી.આઈ.ડી.પોલીસ મથકના પી.આઈ.આર.એચ.વાળા અને બિન સરકારી સભ્ય જિલ્લા સુરક્ષા અધિકારી ચંદન વસાવાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જીઆઈડીસીમાં આવેલ સિનિયર સીટીઝન હોલ ખાતે સિનિયર સીટીઝન કાઉન્સેલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વયસ્ક નાગરિકો  બનતા સાયબર ફ્રોડ સહિતના બનાવો મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એકલા રહેતા વૃદ્ધો કે દંપતીને પોલીસ તેઓની પડખે ખડેપગે હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
Latest Stories