અંકલેશ્વર જીઆઈડિસી પોલીસની કાર્યવાહી
ગોગો સ્મોકિંગ પેપરનો મોટો જથ્થો ઝડપાયો
રૂપિયા 5.50 લાખનો જથ્થો ઝડપાયો
2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
2 આરોપીઓ વોન્ટેડ જાહેર
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોન પેપરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ની બાજુમાં આવેલ શિવમ રેસીડેન્સીના મકાન નંબર એ 31 માં રહેતો નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિ પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોનનો મોટો જથ્થો મકાનમાં સંતાડી રાખ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનમાંથી રૂપિયા 5.62 લાખની કિંમતના ગોગો સ્મોકિંગ પેપરના 818 નંગ બોક્સ મળી આવ્યા હતા.
પોલીસે બે મોબાઇલ સહિત કુલ રૂપિયા 5.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલામાં આરોપીઓ દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જ્યારેનરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે.
તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગોગો પેપર કોનને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે ત્યારે જીઆઇડીસી પોલીસને મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીઓ અમદાવાદ તરફથી હોલસેલમાં ગોગો સ્મોકિંગ કોનનો મોટો જથ્થો લાવતા હતા અને ત્યારબાદ છૂટકમાં વેચાણ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.