New Update
અંકલેશ્વરમાં પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યો ઈસમ સોનાના દાગીના ભરેલ બેગ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
મુંબઈના વિકરોલી વિસ્તારમાં રહેતા રાકેશ મરાઠે તેમની ભાણેજના લગ્ન પ્રસંગ દરમિયાન અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પરમભૂમિ પાર્ટી પ્લોટમાં આવ્યા હતા. પાર્ટી પ્લોટમાં લગ્નની પૂજા વિધિ ચાલી રહી હતી તે દરમિયાન અજાણ્યો ઈસમ તેમની બેગમાં મુકેલ સોનાના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ જાય છે.
આ સમગ્ર ઘટના પાર્ટીપ્લોટમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં એક અજાણ્યો ઈસમ લોકોની નજર ચૂકવી અને સોનાના ઘરેણા ભરેલ બેગ ઉઠાવે છે અને ત્યાંથી ચાલતી પકડે છે.આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે રૂપિયા 3.48 લાખની ચોરી અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Latest Stories