અંકલેશ્વર: જયાબેન મોદી હોસ્પિટલ ખાતે 26 કરોડના નવા પ્રોજેકટોનું ભૂમિપૂજન અને લોકાર્પણ

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલ ખાતે 26 કરોડના નવા પ્રૉજેક્ટોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરાયું

New Update
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
જયાબહેન મોદી હોસ્પિટલમાં કાર્યક્રમ યોજાયો
વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતર્મુહુત
રૂ.26 કરોડના ખર્ચે આરોગ્યની સુવિધા
દાતાઓ અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ₹26 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુર્હુતનો કાર્યક્રમ યોજાયો હતો
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલ ખાતે 26 કરોડના નવા પ્રૉજેક્ટોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરાયું હતું.હોસ્પિટલમાં નવીન આઈ.પી.ડી. અને ઑ.પી.ડી. બિલ્ડિંગ, અત્યંત આધુનિક સાધનોથી સજ્જ 25 બેડનું આઈ.સી.યુ. અને દર્દીઓ તથા તેમના સંબંધીઓને રહેવા માટે ડોરમેટ્રી પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાયું, સાથે સાથે 3 નવા ડાયાલીસીસ મશીન અને ડોક્ટર્સ ક્વાર્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું.
દર્દી મૈત્રીપૂર્ણ નવીન આઈ.પી.ડી.અને ઑ.પી.ડીના બિલ્ડિંગના નિર્માણમાં મોટા પ્રમાણમાં દર્દીઓ અને સંબંધીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ઝડપી સેવા આપી શકાશે.હોસ્પિટલમાં હાલ 16 બેડનું આઈ.સી.યુ કાર્યરત છે, હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દર મહિને 800 થી વધારે દર્દીઓની સારવાર કરવામાં આવે છે, જેમાંથી ઘણાને સઘન સારવારની જરૂર રહેતી હોય છે, નવીન આઈ.સી.યુ. ના વિસ્તરણ માટે ઝઘડીયા સ્થિત એસ્કે આયોડિન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 75 લાખનું અનુદાન મળ્યું છે.આ પ્રસંગે ભરત મેહતા, પલ્લવી મેહતા, સેજલ મોદી, પૂર્વી અશેર અને નીરવ મોદી, બિપિન શાહ, કેતન શાહ, સુનિલ શારદા અને  દર્શિલ શાહ, ભરત શ્રોફ, શિવલાલ ગોએલ અને એન્જીનિયર્સ ઈન્ડિયા લિમિટેડ હરીશ જોશી ઉપસ્થિત રહ્યા હતા
#Ankleshwar #Jayaben Modi Hospital #Inauguration
Here are a few more articles:
Read the Next Article