New Update
/connect-gujarat/media/media_files/2025/02/13/hz4itjuxRYLXrDvfRNu7.jpg)
અંકલેશ્વર સ્થિત ગાર્ડનસીટી ખાતે આવેલ ગુજરાતી મીડિયમ સ્કૂલની બાજુમાં શ્રી ખાટું શ્યામ મંદિરનું નવ નિર્માણ કરવામાં આવનાર છે.જે મંદિરના નિર્માણ પૂર્વે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઝગડીયા ગુમાનદેવ મંદિર તીર્થના પીઠાધીશ મહંત મનમોહનદાસ મહારાજ, ગાર્ડનસીટીના રમેશ સવાણી, નોટીફાઈડ બીજેપી પ્રમુખ જય તેરૈયા , સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અંકલેશ્વર જીઆઇડીસીના અધ્યક્ષ ચંદુભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોના હસ્તે વિવિધ ધાર્મિક પૂજા સાથે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે મહાપ્રસાદ અને શ્રી સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્યામ ભકત મંડળ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories