New Update
-
અંકલેશ્વર જીઆઈડીસીમાં બન્યો બનાવ
-
ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ
-
વીજ કંપનીની કામગીરી દરમ્યાન ભંગાણ
-
સદનસીબે આગ ન ફાટી નીકળી
-
સમારકામ હાથ ધરાયુ
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા નાસભાગ મચી જવા પામી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અન્ડર લાઈનની કામગીરી દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે.ત્યારે આજરોજ ફરી અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.
જેને પગલે નાસભાગ મચી જવા પામી હતી.આ અંગે ગેસ કંપની અને ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા.અને ગેસ પુરવઠો બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ-૨૨મી જાન્યુઆરીના રોજ ચાણક્ય વિદ્યાલય નજીક વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રીકેશનની કામગીરી દરમિયાન ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.જે ઘટનામાં બાળક સહીત બે લોકો દાઝી ગયા હતા ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાય છે અને આગના બનાવો બને છે ત્યારે આ કામગીરી દરમિયાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે.