New Update
અંકલેશ્વરમાં કરાયુ આયોજન
જેસીઆઈ ભવન ખાતે આયોજન
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજન
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે જે.સી.આઈ.ભવન ખાતે વાચીકમ નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમા સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને મેધાધન્ય નાટ્યવૃત્ત, અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે ‘માતૃભાષા મહોત્સવ–2025’નું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમના પ્રેરક તરીકે ડો. ભાગ્યેશ ઝાએ માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે સુધાબહેન વડગામા,ડો.નરેન્દ્ર પાટીલ, નરેશ પુજારા, મેઘધનુષ નાટ્ય વૃંદના બિંદીયા દત્તાણી સહિત આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.વક્તાઓએ “મળી માતૃભાષા મને ગુજરાતી” વિષય પર વિચારો વ્યક્ત કરતાં માતૃભાષાના સંરક્ષણ અને પ્રચાર-પ્રસાર માટે સૌને પ્રતિબદ્ધ બનવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન કાવ્યપાઠ, સાહિત્ય વાચન અને સંસ્કૃતિક રજૂઆતો દ્વારા ગુજરાતી ભાષાની મહિમાનો ગાન કરવામાં આવ્યો હતો.
Latest Stories