-
અંકલેશ્વરની કિશોરીઓએ લીધી મુલાકાત
-
એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી
-
ICDS વિભાગ દ્વારા મુલાકાત કરાવવામાં આવી
-
સપોર્ટ સેન્ટર અને મહિલા સહાયતા કેન્દ્રની મુલાકાત
-
મહિલાઓને લગતા કાયદાની અપાય માહિતી
અંકલેશ્વર ICDS વિભાગ દ્વારા કિશોરીઓને આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત કરાવવામાં આવી હતી અંકલેશ્વરમાં કાર્યરત ICDS વિભાગની કિશોરીઓને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત કરાવવામાં આવી હતી.
શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ચાલતા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્રની મુલાકાત કરાવવામાં આવી હતી જ્યાં ઘરેલુ હિંસા સહિત મહિલાઓને લગતા કાયદા અંગે કિશોરીઓને માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે સુપરવાઇઝર મયુરી ગોહિલ તેમજ મહિલા પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.