New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
ICMAI દ્વારા આયોજન કરાયું
-
યુનિયન બજેટ અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો
-
વિવિધ ઉદ્યોગ મંડળોનો સહયોગ સાંપડ્યો
-
તજજ્ઞોએ બજેટ અંગે આપ્યું માર્ગદર્શન
અંકલેશ્વરમાં બજેટ વિશ્લેષણ ઉપર સેમિનાર યોજાયો હતો જેમાં બજેટમાં થયેલ જોગવાઈઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભરૂચ ICMAI અને ઉદ્યોગ મંડળના સહયોગથી અંકલેશ્વરની હોટલ લોર્ડ્ઝ પ્લાઝા ખાતે બજેટ વિશ્લેષણ પર સેમિનાર યોજાયો હતો અંકલેશ્વરમાં બજેટ 2025 વિશ્લેષણમાં મુખ્ય મહેમાન તરીકે ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના પવન સિંહ, નેન્ટી શાહ અને અંકલેશ્વર GST આસિસ્ટન્ટ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા.
બજેટથી અસરો, ફેરફાર, GST હેઠળ તાજેતરના ફેરફારો, કસ્ટમ, DGFT, વિવિધ પ્રોત્સાહનો, નિકાસ સહિતની બાબતો પર ICMAI ના ભરૂચ અંકલેશ્વર ચેપ્ટર દ્વારા જિલ્લાના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે સંયુક્ત રીતે માહિતી અપાઈ હતી. જેમાં કેયુર દેસાઈ, મનીષ જૈન, સી.એ. અભિષેક નાગોરી, ડૉ. શૈલેન્દ્ર સક્સેના સહિતના નિષ્ણાતોએ માર્ગદર્શન સાથે માહિતી આપી હતી.
Latest Stories