અંકલેશ્વર: પાનોલી GIDCમાં ગૌ વંશ કાંસમાં ખાબકયુ, ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો

પાનોલી જી.આઈ.ડી.સીમાં મહારાજા નગર પાસે ગ્રીન બેલ્ટ નજીક કાંસની બાજુના ખાડામાં ગૌ વંશ પડી જતા દોડધામ મચી જવા પામી ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો

New Update
  • અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીનો બનાવ

  • વરસાદી કાંસમાં ગૌ વંશ ખાબકયું

  • રાહદારીઓએ ફાયર વિભાગને કરી જાણ

  • ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું

  • દોઢ કલાકની જહેમત બાદ જીવ બચાવાયો

અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સીમાં કાંસની બાજુના ખાડામાં પડેલ ગૌ વંશને ફાયર ફાયટરોએ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો.અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સીમાં મહારાજા નગર પાસે ગ્રીન બેલ્ટ નજીક કાંસની બાજુના ખાડામાં ગૌ વંશ પડી જતા દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે રાહદારીઓએ પાનોલી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ગૌ વંશને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું.લગભગ દોઢ કલાકની જહેમત બાદ ફાયર ફાયટરોએ ગૌ વંશને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.ફાયર ફાયટરોના સેવા કાર્યની સૌ કોઈએ પ્રશંસા કરી હતી.
Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.