New Update
અંકલેશ્વરમાં નવ નિર્મિત કન્યા શાળા નંબર-3ના મકાનનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઔધ્યોગિક ગૃહોની સામાજિક જવાબદારીના ભાગરૂપે કોહાન્સ લાઈફ સાયન્સીસ દ્વારા અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત કન્યા શાળા નંબર-3ના મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે જે શાળાના મકાનનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ,કારોબારી ચેરમેન નિલેષ પટેલ,સુનિલ ઉત્તરવાર, કોહાન્સ લાઈફ સાયન્સીસના ડો.નાગેન્દ્ર બાબુ,ગૌરવ બહાદુર તેમજ આમંત્રિતો અને નગર સેવકો ઉપર્થિત રહ્યા હતા.
Latest Stories