અંકલેશ્વર: આવતીકાલે રજૂ થનાર દેશના સામાન્ય બજેટ પર ઉદ્યોગપતિઓની નજર, સરકાર સમક્ષ રજુ કરી વિવિધ માંગ

દેશનું સામાન્ય બજેટ રજુ થવા જઈ રહ્યું છે ત્યારે એશિયાની સોથી મોટી ઓદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ સરકાર પાસે વિશેષ આશા રાખીને બેઠા છે.

New Update
  • આવતીકાલે સંસદમાં રજૂ થશે બજેટ

  • નાણામંત્રી નિર્મલા સિતારામણ બજેટ રજૂ કરશે

  • બજેટ પર ઉદ્યોગપતિઓની નજર

  • સરકાર સમક્ષ વિવિધ મેગ રજૂ કરી

  • ઉદ્યોગોને રાહત મળે એવી આશા

Advertisment
દેશનું સામાન્ય બજેટ રજુ થવા જઈ રહ્યું છે ત્યારે એશિયાની સોથી મોટી ઓદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ સરકાર પાસે વિશેષ આશા રાખીને બેઠા છે.
દેશનું સામાન્ય બજેટ તારીખ 1લી ફેબ્રુઆરીએ રજુ થવા જઈ રહ્યું છે જેની પર સોની મીટ મંડાઈ છે પરંતુ એશિયાની સોથી મોટી ઓદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગપતિઓ બજેટ પર વિશેષ આશા રાખી બેઠા છે.અંકલેશ્વરના ઉદ્યોગપતિઓની માંગ છે કે નવા ઉદ્યોગોની શરૂઆત માટે સરકારે સિંગલ વિન્ડો સીસ્ટમની જાહેરાત તો કરી છે પરંતુ તેની અમલવારી થતી નથી.હાલમાં ઉદ્યોગોની શરૂઆત અથવા વિસ્તાર માટે જટિલ સરકારી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જેના કારણે સમય અને નાંણાનો વ્યય થાય છે.સરકાર એક તરફ સ્ટાર્ટ અપ ઇન્ડીયા અને મેઇક ઇન ઇન્ડીયા સહિતની સ્કીમ ચલાવે છે ત્યારે આ સ્કીમ અંતર્ગત સરકાર છૂટછાટ આપે એવી ઉદ્યોગપતિઓને આશા છે.આ સાથે જ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તો એક્ષ્પોરટ નીતિમાં ઢીલાશ લાવે એવી ઉદ્યોગોને આશા છે.આ સાથે જ સમાન ટેક્સની પણ ઉદ્યોગપતિઓ માંગ કરી રહ્યા છે.
અંકલેશ્વર કેમિકલ કલસ્ટર છે ત્યારે ક્રુડ ઓઈલ પર લાગતા વિવિધ કરના કારણે ઉદ્યોગોને રો મટીરીયલ ખુબ જ મોઘું પડે છે ત્યારે સરકાર બજેટમાં ક્રુડ ઓઈલ પરના વેરા ઘટાડી રાહત આપે એવી આશા ઉદ્યોગપતિઓને આશા છે.ઉદ્યોગોમાં વપરાતા નેચરલ ગેસ અને ડીઝલ પર વેટ લાગે છે ત્યારે આ બન્ને મટીરીયલનો જી.એસ.ટી.માં સમાવેશ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.વૈશ્વિક મંદી વચ્ચે સ્થાનિક ઉદ્યોગો વિશ્વભરના માર્કેટ સાથે હરીફાઈમાં છે ત્યારે સરકાર આ વખતે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરી ઉદ્યોગોને રાહત આપે એવી આશા ઉદ્યોગપતિઓ લગાવી રહ્યા છે
Latest Stories