New Update
અમેરિકાએ ભારત 50 ટકા ટેરીફ લાદયો
ઉદ્યોગોની નિકાસ પર થશે અસર
અંકલેશ્વરના ઉદ્યોગકારોમાં ટક્કર લેવા મક્કમ
વૈકલ્પિક માર્કેટમાં કરશે વેપાર
સ્વદેશી અપનાવવા પર ભાર
અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારત સાથેના ટ્રેડ વેપાર સંદર્ભે 50 ટકા જેટલો ટેરીફ લાદતા ભારતીય ઉદ્યોગો ઉપર તેની માઠી અસર પડશે તેવી ભીતિ સેવાય રહી છે.જોકે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ ટેરીફ સામે ટક્કર લેવા મક્કમ જણાય રહ્યા છે
અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે પણ તેની સામે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના ઉદ્યોગો ટકકર લેવા મક્કમ બન્યા છે. હાલ તો ઉદ્યોગો અન્ય દેશોમાં જોબવર્કના માધ્યમથી ઉત્પાદન કરી તેને ત્યાંથી અમેરિકા નિકાસ કરવાની દિશામાં તથા ઉદ્યોગોની ઇંગ્લેન્ડ, દુબઇ સહિતના દેશોમાં આવેલી ઓફિસોના માધ્યમથી માલ અમેરિકા મોકલવાની રણનિતિ અપનાવશે એવું ચર્ચાય રહ્યું છે. ટેરીફ અંગે અંકલેશ્વરના ઉદ્યોગ જગતમાં સ્વાભાવિક રીતે ચિંતા જન્મે કેમકે સ્થાનિક ઉદ્યોગો કરોડો રૂપિયાની નિકાસ યુએસએમાં કરતા આવ્યા છે. ટેરીફ લાદવાથી ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે અને તેની અસર નિકાસ ઉપર પડશે.જોકે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે આની અસર થોડા સમય પુરતી અસહ્ય બનશે. આ સાથે જ ઉદ્યોગકારો સ્વદેશી અપનાવા પર પણ ભાર આપી રહ્યા છે.
Latest Stories