અંકલેશ્વર: નવદુર્ગા માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કળશ યાત્રા નિકળી !

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ આનંદ વિહાર સોસાયટીમાં નિર્માણ પામેલ નવદુર્ગા માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કળશ યાત્રાનું આયોજન કરાયુ હતું

New Update

અંકલેશ્વરમાં મંદિરનું કરવામાં આવ્યું નિર્માણ

ગડખોલ વિસ્તારમાં નવદુર્ગા માતાજીના મંદિરનું નિર્માણ

મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

કળશ યાત્રાનું કરાયુ આયોજન

મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ આનંદ વિહાર સોસાયટીમાં નિર્માણ પામેલ નવદુર્ગા માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કળશ યાત્રાનું આયોજન કરાયુ હતું

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ આનંદ વિહાર સોસાયટીમાં છેલ્લા બાર વર્ષની નવદુર્ગા માતાજીના મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું હતું આ નિર્માણ કાર્ય પૂર્ણ થતા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત શોભાયાત્રા નીકળી હતી.આજથી 13મી ઓક્ટોબર સુધી અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ આનંદ વિહાર સોસાયટી ખાતે નવદુર્ગા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આજરોજ કળશ યાત્રા નીકળી હતી.જે યાત્રા સોસાયટીમાંથી નીકળી વિવિધ વિસ્તારમાં ફરી હતી

કરસ યાત્રા દરમિયાન પાવન શ્રીલંકા નર્મદાનું જળ ભરી માતાજી પર અભિષેક કરવામાં આવશે આ કળશ યાત્રામાં ગામના આગેવાન રોહન પટેલ અને સોસાયટીના પ્રમુખ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Read the Next Article

ભરૂચ : ખાનગી બસમાં મુસાફરી કરતા યાત્રીનું શંકાસ્પદ મોત,બસ ચાલકે મારમારીને અડધે રસ્તે ત્યજી દીધો હોવાના પરિવારનો આક્ષેપ

પરિવારજનોએ બસ ચાલકે મુસાફર સાથે મારમારી કરીને અડધે રસ્તે ઉતારી દીધો હતો,અને જેના કારણે બેભાન અવસ્થામાં સારવાર હેઠળ ખસેડાયા બાદ મોત નીપજ્યું હોવાના આક્ષેપ કર્યા

New Update
  • ખાનગી બસના મુસાફરનું શંકાસ્પદ મોત

  • મુંબઈથી બસમાં રાજસ્થાન જઈ રહ્યા હતા

  • બસ ચાલક સામે પરિવારજનોએ કર્યા આક્ષેપ

  • યાત્રીને મારમારીને બેશુદ્ધ અવસ્થામાં ઉતારી દીધો

  • સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું મોત 

મુંબઈથી રાજસ્થાન ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતા યાત્રીનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ મોત નીપજ્યું હતું,આ ઘટનામાં મૃતકના પરિવારજનોએ બસ ચાલકે મુસાફર સાથે મારમારી કરીને અડધે રસ્તે ઉતારી દીધો હતો,અને જેના કારણે બેભાન અવસ્થામાં સારવાર હેઠળ ખસેડાયા બાદ મોત નીપજ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.

રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રહેવાસી મદનનાથ સરવનનાથ યોગીનું શંકાસ્પદ મૃત્યુ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. મદનનાથ યોગી ન્યૂ પટેલ ટ્રાવેલ્સની બસમાં મુંબઈથી રાજસ્થાન જતા હતાતે દરમિયાન બસના ડ્રાઈવર સાથે થયેલી માથાકૂટ બાદ તેમને બેભાન અવસ્થામાં અંકલેશ્વર રાજપીપળા ચોકડી પરના બ્રિજ પર છોડીને બસ ચાલક બસ લઈને ફરાર થઈ ગયો  હોવાનો આક્ષેપ તેમના પરિવારજનોએ કર્યો હતો.

ત્રણ દિવસ પહેલા મદનનાથ યોગી મુંબઈથી રાજસ્થાનના આમેઠ તરફ પાછા ફરતા હતાત્યારે બસના ડ્રાઈવર સાથે થયેલી ઉગ્ર વાદ-વિવાદ બાદ તેમના પર શારીરિક હુમલો થયો હોવાનું પરિવારે આક્ષેપ કર્યો હતો. આ ઘટના બાદ મદનનાથને અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક બ્રિજ પર બેશુદ્ધ અવસ્થામાં છોડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે રહેલા કોઈ રાહદારીએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે મદનનાથને તાત્કાલિક ગડખોલની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબોની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યાં તેમનું ત્રણ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું.

પરિવારજનોના જણાવ્યા મુજબ,બસ ડ્રાઈવરે નબીપુર નજીક પ્રિન્સ હોટલ પાસે બસ છોડીને ફરાર થઈ ગયો હતો. જો હોટલ પર લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટનાની સત્યતા બહાર આવી શકે છે. ઘટનાના સમયે બસમાં મુસાફરી કરતા અન્ય પેસેન્જરો પણ પરેશાન થઈ ગયા હતા અને તેમને બીજી બસ દ્વારા તેમના નિશ્ચિત સુધી મોકલવામાં આવ્યા હતા.હાલમાં અંકલેશ્વરડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.