-
31st પહેલા પોલીસની કાર્યવાહી
-
કાફેની આડમાં ધમધમતો હતો હુક્કાબાર
-
LCB પોલીસે કરી રેડ
-
પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ
-
રૂ.77 હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર LCB પોલીસે દરોડા પડ્યા હતા,અને હુક્કાને લગતી સામગ્રી સહિત 77 હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.
ભરૂચ જિલ્લામાં 31stમાં વિદેશી દારૂ સહિત નસીલા પદાર્થનો વેપલો અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે ભરૂચ LCBનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન મળેલી બાતમીને આધારે સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં 10-10 કાફેમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબાર પર રેડ કરી હતી.
પોલીસે સ્થળ પરથી હુક્કાની ચિલમ હુક્કા નંગ-8,હુક્કાની પાઈપ નંગ-8 અને ઇલેક્ટ્રિક સગડી તેમજ વિવિધ ફ્લેવર મળી કુલ 77 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો,અને હવા મહેલ સ્થિત યુરો બિલ્ડિંગમાં રહેતો મોહમંદ સોયેબ હનીફખાન પઠાણ,રહેમતખાણ હનીખાન પઠાણ તેમજ અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.