અંકલેશ્વર: લાયન્સ ક્લબ દ્વારા ઘૂંટણ અને કમરના દુખાવાનો વિનામૂલ્યે ચેકઅપ કેમ્પ યોજાયો, 150થી વધુ લોકોએ લીધો લાભ

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા ઘૂંટણ અને કમરના દુખાવા માટે વિનામૂલ્યે ચેકઅપ તેમજ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • લાયન્સ ક્લબ દ્વારા આયોજન કરાયું

  • ઘૂંટણ અને કમરના દુખાવાનો કેમ્પ યોજાયો

  • 150થી વધુ લોકોએ લીધો લાભ

  • લાયન્સ કલબના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા ઘૂંટણ અને કમરના દુખાવા માટે વિનામૂલ્યે ચેકઅપ તેમજ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ સ્કૂલ ખાતે  ઓર્થોપેડીક ડોક્ટર પાર્થ રંગપરિયાના મ સહકારથી વિનામૂલ્યે બોર્ન મિનરલ ડેન્સિટી ટેસ્ટ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ટેસ્ટ સામાન્ય રીતે રૂ.800માં થતો હોય છે પરંતુ બન્ને સંસ્થા દ્વારા સમાજ સેવાના ઉદ્દેશ્યથી વિનામૂલ્યે ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં હાડકાની પોરોસિટી તપાસી હાડકાની મજબૂતાઇ ચેક કરવામાં આવી હતી અને રોજિંદા જીવનની કાર્યશૈલીમાં ક્યાં ફેરફાર અને કેવી કસરતો કરવાથી આ દુખાવામાં રાહત મેળવી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં રિજનલ ચેરપર્સન લાયન શિવરામ અગ્રવાલ, ઝોન ચેરપર્સન લાયન વૈશાલી પટેલ,લાયન્સ પ્રમુખ વાશુદેવ ગજેરા, સુનિતા ગજેરા લાયન્સ સ્કૂલના ચેરમેન જશુ ચૌધરી તેમજ આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories