અંકલેશ્વર: લાયન્સ ક્લબ દ્વારા મહિલાઓ માટે વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરની વિવિધ શાખાઓ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ લાયન્સ સ્કુલ ખાતે વિના મુલ્યે મહિલાઓ માટે કેન્સર નિદાન કેમ્પ યોજાયો 

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • લાયન્સ ક્લબ દ્વારા આયોજન કરાયું

  • મહિલાઓ માટે કેન્સર નિદાન કેમ્પ યોજાયો

  • લાયન્સ સ્કૂલ ખાતે આયોજન કરાયું

  • ગુજરાત કેન્સર સેન્ટરનો સહયોગ સાંપડ્યો

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરની વિવિધ શાખાઓ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ લાયન્સ સ્કુલ ખાતે વિના મુલ્યે મહિલાઓ માટે કેન્સર નિદાન કેમ્પ યોજાયો 
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ લાયન્સ સ્કુલ ખાતે વિના મુલ્યે મહિલાઓ માટે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન,લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ગુજરાત કેન્સર અને રીસર્ચ ઇન્સ્ટીટયુટ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં રીજીયન ચેર પર્સન લાયન શૈલેશ પટેલ,ઝોન ચેર પર્સન જીવણ સાવલિયા અને જી.એસ.ટી ડીસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેટર પ્રિયંકા જૈન રાવલ સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કેમ્પમાં કેન્સર હોસ્પીટલના નિષ્ણાંત તબીબોની ટીમે સ્તન કેન્સર,ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણોનું ચેકઅપ કરવા સાથે શંકાસ્પદ લક્ષણો ધરાવતી મહિલાઓનો મેમોગ્રાફી ટેસ્ટ અને પેપ્સમિયર ટેસ્ટ કરવામાં આવ્યો હતો જયારે તબીબોએ કેન્સરના લક્ષણો તેમજ તેના નિદાન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કેમ્પમાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના પ્રમુખ મનીષા દુધાત,સેક્રેટરી પ્રીતિ ચૌહાણ,ખજાનચી શિલ્પા પટેલ,પ્રોજેક્ટ ચેરમેન સુનીતા ગજેરા અને પ્રોજેક્ટ કો-ચેરમેન પ્રેરણા પટેલ,હીના મારકણા સહીત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.