New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
રમણ મૂળજીની વાડીમાં આયોજન
માહ્યાવંશી સુરક્ષા મંચ દ્વારા આયોજન
તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ રમણ મૂળજીની વાડી ખાતે માહ્યાવંશી સુરક્ષા મંચ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ અંકલેશ્વર હાંસોટ તાલુકા દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ રમણ મૂળજીની વાડી ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આગેવાનોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડો.ભારતીબહેન કંથારીયા, નિવૃત્ત મામલતદાર ભગુભાઈ પરમાર, નાયબ મામલતદાર નરેન્દ્રભાઈ પરમાર, ફોરેસ્ટ ઓફિસર દીપિકાબેન પરમાર, નિવૃત્ત આચાર્ય પ્રકાશભાઈ પરમાર, માયાવંશી ક્રિકેટ બોર્ડના પ્રમુખ શૈલેષ સોદાગર તેમજ ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચના પ્રમુખ ઉપેન્દ્ર પરમાર સહિતના આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories