New Update
અંકલેશ્વરમાં યોજાયા કાર્યક્રમો
સ્વચ્છતા હી સેવા પખવાડીયાની ઉજવણી
સામુહિક શ્રમદાનના કાર્યકરો યોજાયા
આગેવાનો દ્વારા કરવામાં આવી સાફ સફાઈ
સફાઈકર્મીઓને અપાયું સન્માન
અંકલેશ્વરમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ ઠેર ઠેર સામૂહિક શ્રમદાનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ પદાધિકારીઓ તેમજ નગરજનો જોડાયા હતા
સમગ્ર રાજ્યમાં હાલમાં સ્વચ્છતા હી સેવા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સામુહિક શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં નગરપાલિકાઓના નાયબ સચિવ મનીષ શાહ, મામલતદાર કિરણસિંહ રાજપુત, ચીફ ઓફિસર કેશવ ક્લોડિયા, અંકલેશ્વર નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ જોડાયા હતા.આગેવાનો દ્વારા મુખ્ય માર્ગ પર સફાઈ અભિયાન કરી શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ બાદ શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર સફાઈકર્મીઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું.
અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સામૂહિક શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગડખોલ ગામના સીએચસી સેન્ટર નજીક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત, અનિલ પટેલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી સાફ-સફાઈ કરી હતી
Latest Stories