અંકલેશ્વર: નેશનલ હાઈવેની અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, અગનજ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી,ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર

New Update
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ
નેશનલ હાઈવેને અડીને આવેલ ગોડાઉનમાં આગ
સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળી
વિકરાળ આગના પગલે અફરાતફરીનો માહોલ
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું 

જેના પગલે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ અંગેની જાણ કરાતા જ અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ત્રણ જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. સ્ક્રેપના ગોડાઉનમાં કેમિકલ વેસ્ટનો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા વારંવાર નેશનલ હાઇવેને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવે છે ત્યારબાદ પણ આવા બનાવો અવારનવાર બને છે ત્યારે આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.