New Update
અંકલેશ્વર જીઆઈડીસીમાં કરાયુ આયોજન
લાયન્સ ક્લબ દ્વારા આયોજન કરાયુ
મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
જરૂરિયાત મંદોએ લીધો લાભ
લાયન્સ કલબના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન એન્ડ લાયન્સ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા વિના મૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન એન્ડ લાયન્સ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા સોમેશ્વર મંદિર અંકલેશ્વર અને સ્વામીવિવેક નંદ ટ્રસ્ટના સંપૂર્ણ સહયોગથી વિના મૂલ્યે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.જેમાં બ્લડ પ્રેસર ચેકઅપ શૂગર ચેકઅપ,આંખ ચેકઅપ કરી વિના મૂલ્યે ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતું.કેમ્પમાં નિષ્ણાંત ડોકટરોએ સેવા આપી હતી.કેમ્પમાં પ્રમુખ વાસુદેવ ગજેરા,પ્રમુખ સુનિતા ગજેરા પ્રોજેક્ટ ચેરમેન લાયન રાજેશ દુધાત,લાયન મનીષા દુધાત , લાયન પ્રકાશ વેકરીયા,સેક્રેટરી યોગેશ પટેલ,લાયન શિલ્પા પટેલ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories