New Update
આજે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી
અંકલેશ્વરમાં કરાયુ આયોજન
ધ્યાન શિબિરનું આયોજન કરાયું
સાધકો ધ્યાન શિબિરમાં જોડાયા
યોગ બોર્ડ દ્વારા કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ ધ્યાન દિવસ અંતર્ગત ધ્યાન શિબિર યોજાઈ જેનો લોકોએ લાભ લીધો હતો. અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ BAPS સ્વામી નારાયણ મંદિર સત્સંગ હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાન શિબિર યોજાઈ હતી જેમાં ભરૂચ જિલ્લા કો-ઓર્ડીનેટર ભાવિનીબેનના માર્ગદર્શન હેઠળ અંક્લેશ્વરના યોગ કોચ દ્વારા યોગાસન અંગે માહિતી આપી વિવિધ આસનો કરાવવામાં આવ્યા હતા.આ શિબિરમાં સમસ્ત યોગ બોર્ડ કો-ઓર્ડીનેટર, કોચ, ટ્રેનર અને સાધકો તેમજ અશોક ઓઝા,વીરેન્દ્ર ભોરે સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories