/connect-gujarat/media/media_files/2025/06/28/tajia-commitee-2025-06-28-17-26-10.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ વિસ્તાર સ્થિત હલીમશાહ દરગાહ ખાતે તાજીયા કમિટી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનાર મોહર્રમ પર્વની ઉજવણી અંતર્ગત વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર તાજીયા આયોજકોની અગત્યની મિટિંગ મુલ્લાવાડ વિસ્તાર સ્થિત હલીમશાહ દરગાહ ખાતે સૈયદ આરીફ બાવાની અધ્યક્ષતામાં યોજાય હતી. જેમાં આવનાર તહેવાર મોહર્રમ પર્વની ઉજવણી વિષે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે જ મિટિંગમાં તાજીયા જુલુસ વિષે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં પરવાનગી, વિદ્યુતબોર્ડ, નગરપાલિકા જેવા વિવિધ ખાતાઓને લગતા કામો વિષે ચર્ચાઓ કરાય હતી.
આ પ્રસંગે તાજીયા કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, ઉપપ્રમુખ નુરુ કુરેશી, સેક્રેટરી વસીમ ફડવાલા, જોઈન્ટ સેક્રેટરી નજમુદ્દીન શેખ, અમન પઠાણ, કૌસર કુરેશી, અબ્દુલ કાદર ઘંટીવાળા, અસ્પાક બાગવાલા, સાકીર મલેક, સમીર પઠાણ, હનીફ ભરૂચી, લીગલ એડવાઈઝર હારુન રસીદ મલેક તથા મોટી સંખ્યામાં તાજીયા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.