અંકલેશ્વર: મહંમદ રફીની 100મી જન્મ જયંતિ નિમિત્તે મ્યુઝિકલ નાઈટનું કરાયુ આયોજન

પ્રખ્યાત ગાયક મહંમદ રફીની 100મી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વરમાં મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ જોડાયા હતા

New Update
  • અંકલેશ્વરમાં આયોજન કરાયું

  • માં શારદા ભવન ટાઉન હોલમાં યોજાયો કાર્યક્રમ

  • મહંમદ રફીની 100મી જન્મજયંતિની ઉજવણી

  • સંગીતમય રીતે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • સંગીતપ્રેમીઓ રહ્યા ઉપસ્થિત

પ્રખ્યાત ગાયક મહંમદ રફીની 100મી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વરમાં મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ જોડાયા હતા
ભારતીય સિનેમા જગતના પ્રખ્યાત ગાયક મહમદ રફીની 100મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરમાં પણ તેઓની જન્મ જયંતીની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વરના પી.સી.સાઉન્ડ દ્વારા માં શારદા ભવન ટાઉનહોલ ખાતે મ્યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયક હેમંત દેસાઈ અને જમીલ અહેમદ દ્વારા તેઓને સંગીતમય શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે અંકલેશ્વરના ગાના મ્યુઝિક લવર્સ ક્લબના નરેશ પુજારા સહિતના આગેવાનો તેમજ સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories