અંકલેશ્વર: આતંકી હુમલામાં મૃતકોને મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા, આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ

અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

New Update
  • આતંકી હુમલા સામે લોકોમાં રોષ

  • મુસ્લિમ સમાજે પણ રોષ વ્યકત કર્યો

  • મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

  • કેન્ડલ માર્ચનું આયોજન

  • આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ

અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ હુમલો કરતાં 27 જેટલા પર્યટકોના મોત નીપજ્યા છે ત્યારે આ મામલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે જે અંતર્ગત અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા પણ કેન્ડલમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના સભ્યો અને આગેવાનોએ કેન્ડલ પ્રજવલિત કરી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા સાથે જ ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ મામલમાં જવાબદાર આતંકીઓ સામે સરકાર કડકમા કડક પગલાં ભરે તેવી મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.
Latest Stories