-
ચૈત્રી નવરાત્રીનો ધર્મભીનો પ્રારંભ
-
ચૌટા બજારમાં શ્રી માર્કંડેશ્વર મહાદેવજી સાથે છે અંબા માતાનું મંદિર
-
પૌરાણિક અંબા માતાનું મંદિર ભક્તો માટે છે આસ્થા સ્થાનક
-
નવરાત્રી દરમિયાન મંદિરમાં ઉમટે છે ભક્તોની ભીડ
-
માતા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની છે માનતા
અંકલેશ્વર ઔદ્યોગિક નગરીના ઉપનામથી જાણીતા શહેરની ઓળખ તેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે પણ છે.ચૌટા બજાર સ્થિત માર્કંડેશ્વર મહાદેવજીના પૌરાણિક મંદિર સાથે પ્રાચીન અંબાજી માતાનું મંદિર પણ ભક્તો માટે આસ્થા સ્થાનક છે,ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના કરે છે.
આસો અને ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ રહ્યું છે.જેમાં માતાજીની આરાધના અનુષ્ઠાન માટે ચૈત્રી નવરાત્રીનું ભક્તોમાં ધાર્મિક મહાત્મ્ય વધી જાય છે.ત્યારે અંકલેશ્વર શહેરના ચૌટા બજાર ખાતેના પૌરાણિક શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પ્રાચીન અંબા માતાનું મંદિર પણ છે,જે મંદિરનો જીર્ણોદ્ધાર 58 વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો,નવરાત્રી દરમિયાન આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં અંબાજી માતાના દર્શનનો લ્હાવો લઈને ધન્યતા અનુભવે છે.અને માતાજી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની પણ માન્યતા છે.