અંકલેશ્વર: ન.પા.દ્વારા બનાવાયેલ કૃત્રિમ જળકુંડમાં 5 નદીનું પાણી અર્પણ કરાયુ,આવતીકાલે થશે ગણેશ વિસર્જન

આવતીકાલે વિઘ્નહર્તાને આપવામાં આવશે વિદાય, ન.પા.દ્વારા બનાવાયા 3 કૃત્રિમ જળકુંડ. કુત્રિમકુંડના 5 નદીનું પાણી અર્પણ કરાયુ, પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું. પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત.

New Update
અંકલેશ્વર શહેરમાં ત્રણ સ્થળે શ્રીજીના વિસર્જના માટે પાલિકાએ બનાવેલ કૃત્રિમ કુંડમાં પાંચ નદીઓના જળ અર્પણ કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
આવતીકાલે અનંત ચૌદશ નિમિત્તે અંકલેશ્વર શહેરમાંથી પી.ઓ.પી અને ઇક્કો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા 3 સ્થળે  કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.આજે સોમાવરે પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને પક્ષના નેતાઓ, વિવિધ શાખાના ચેરમેન, સભ્યો અને અધિકારીઓની હાજરીમાં કૃત્રિમ કુંડને ખુલ્લું મુકાયું હતું.
જુની દીવી ગામના બળિયા દેવના મંદિર પાછળ,જળકુંડ અને સુરવાડી ગામ પાસે બનાવેલ કૃત્રિમ કુંડમાં વિધિવત નર્મદા સહિત પાંચ નદીના જળ અર્પણ કરવામાં આવ્યું હતું.ગણેશ ભક્તો,મંડળો અને પ્રજાને કૃત્રિમ કુંડમાં જ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરાઈ હતી. જુની દીવી ગામના બળિયા દેવના મંદિર પાછળના તળાવમાં પાંચ ફૂટ અને જળકુંડમાં ૧૦ ફૂટ જયારે ૧૦ ફૂટથી વધુ ઉંચી પ્રતિમાઓનું સુરવાડી ગામ પાસેના કૃત્રિમ કુંડમાં વિસર્જન કરી શકાશે.
#Ankleshwar Nagar Palika #Ankleshwar #Narmada River Ganesh Visarjan #Ankleshwar Ganesh Visarjan #Ganesh Visarjan #Bharuch Ganesh Visarjan
Here are a few more articles:
Read the Next Article