અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા સ્વરછતા અંગેની જાગૃતિ અર્થે રેલી યોજાય, મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • નગર સેવા સદન દ્વારા આયોજન કરાયું

  • સ્વરછતા અંગે જનજાગૃતિ રેલી યોજાય

  • સેવા પખવાડીયાની કરાય ઉજવણી

  • મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

સમગ્ર રાજ્યમાં તારીખ 17 મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી સેવા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજરોજ સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી સંત ખેતેશ્વર સર્કલ ખાતે પૂર્ણ થઇ હતી.
આ રેલીમાં નગરપાલિકાના કર્મચારીઓ,શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો.રેલી દરમિયાન સ્વચ્છતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ રેલીમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ પ્રમુખ વિનય વસાવા, નગર સેવક સુરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories