અંકલેશ્વર: નગર સેવા સદનને ગતવર્ષની સરખામણીએ વેરાની વસુલાત ફળી, આવકમાં સરેરાશ 2 ટકાનો વધારો !

અંકલેશ્વર નગરપાલિકાના ગત નાણાકીય વર્ષ દરમ્યાન વ્યવસાય વેરો તેમજ હાઉસ ટેક્ષની વસુલાતમાં અઢી થી ત્રણ ટકા જેટલો વધારો નોંધાયો છે.

New Update

આવકમાં સરેરાશ 2 ટકાનો વધારો, હાઉસ ટેક્સમાં 3 ટકા જેટલો વધારો, વ્યવસાય વેરામાં 1.5 ટકાનો વધારો

અંકલેશ્વરમાં બાકી પડતા વેરાની વસુલાત માટે તંત્ર દ્વારા કડક રાહે કામગીરી કરવામાં આવી હતી જેમાં નોટીસ ફટકારવાની સાથે સીલિંગ અને પાણી જોડાણ કાપવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે પાછલા નાણાકીય વર્ષમાં નગરસેવા સદનની વેરાની આવકમાં વધારો થયો છે.

અંકલેશ્વર નગરપાલિકાના ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષ દરમ્યાન વ્યવસાય વેરાનુ કુલ માંગણુ રૂ.1.65 કરોડ હતુ જેની સામે કુલ રૂ.1.43 કરોડની વસુલાત થતા અંદાજિત 87.12 ટકા વસુલાત થઈ છે. ગત વર્ષે 85.86 ટકા વસુલાત થઈ હતી ત્યારે ગત વર્ષની સરખામણીમાં વ્યવસાયવેરાની આવકમાં 1.26 ટકાનો વધારો થયો છે.

તો બીજી તરફ હાઉસ ટેક્ષની વાત કરીએ તો વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ માંગણુ રૂ.12.22 કરોડ હતુ જે સામે કુલ રૂ.9.16 કરોડની વસુલાત થતા કુલ વસુલાત 74.92 ટકા થઈ છે.ગત વર્ષે હાઉસ ટેક્સમાં 71.98 ટકા વસુલાત થઈ હતી જેની સરખામણીએ હાઉસ ટેક્ષની આવકમાં 2.94 ટકાનો વધારો થયો હતો.

અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલે આ અંગે જણાવ્યુ હતુ કે વ્યવસાય વેરો તેમજ હાઉસ ટેક્ષની આવક થયેલા વધારાને કારણે આગામી વર્ષમાં પાલિકાના પ્રજાલક્ષી કાર્યોને વધુ સુચારુરૂપે ચલાવવા આયોજન કરી શકાશે.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.