અંકલેશ્વર: ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધાના વિદ્યાર્થીઓને નર્મદાનું નીર અર્પણ કરાયુ

ભારત વિકાસ પરિષદ પશ્વિમ ક્ષેત્ર દ્વારા રિજનલ લેવલની રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ ક્ષેત્ર અંતર્ગત આવતા 10 પ્રાંતની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

New Update
Advertisment

ભારત વિકાસ પરિષદ દ્વારા વડોદરામાં યોજાય સ્પર્ધા

Advertisment

રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરાયું

10 પ્રાંતના વિદ્યાર્થીઓએ લીધો ભાગ

ભૃગુભૂમિ શાખા દ્વારા સ્પર્ધકોને અપાય સ્મૃતિભેટ

સ્પર્ધકોને નર્મદાનું નીર અર્પણ કરવામાં આવ્યું

ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર દ્વારા વડોદરા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સ્મૃતિ ભેટ રૂપે ભરૂચની ભૃગુભૂમિ શાખા દ્વારા નર્મદાનું નીર અર્પણ કરવામાં આવ્યું હતું

શૈક્ષણિક પ્રવૃતિ સાથે વિધાર્થીગણમાં રાષ્ટ્રભક્તિ તથા સ્વદેશાભિમાનની ભાવના પ્રબળ થાય અને તેના દ્રારા રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ થાય તેવા શુભાશયથી ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરે છે જેના ભાગરૂપે ભારત વિકાસ પરિષદ પશ્વિમ ક્ષેત્ર દ્વારા રિજનલ લેવલની રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ ક્ષેત્ર અંતર્ગત આવતા 10 પ્રાંતની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ દેશભક્તિને ઉજાગર કરતા વિવિધ ગીતો રજૂ કર્યા હતા.
Advertisment
આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને વિવિધ શાખા તરફથી સ્મૃતિભેટ અર્પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચની ભૃગુભૂમિ શાખા દ્વારા નવતર અભિગમના ભાગરૂપે સ્પર્ધકોને પાવન સલીલા માં નર્મદાનું નીર અર્પણ કરવામાં આવ્યું હતું.ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પરથી નર્મદા નદીનું જળ ભરી તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને તે સ્પર્ધકોને આપવામાં આવ્યું હતું.
આ અંગે ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતના મહિલા સંયોજિકા રૂપલ જોશીએ જણાવ્યું હતું કે ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે તો નર્મદા નદીના માત્ર દર્શન કરવાથી જ પાપોમાંથી મુક્તિ મળે છે ત્યારે આવા પવિત્ર જળનું મહત્વ જળવાઈ રહે અને આજની પેઢી સાંસ્કૃતિક વિરાસતને સમજે તે હેતુસર નવતર અભિગમના ભાગરૂપે સ્પર્ધકોને નર્મદાનું જળ અર્પણ કરવામાં આવ્યું છે..
Latest Stories