અંકલેશ્વર: રૂ.69 લાખના કોલસા ચોરીના કૌભાંડમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ

બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમ્યાન પોલીસે ગોડાઉનમાંથી 6.21 લાખનો 90 ટન કોલસો 4 ટ્રક, કાર અને મોબાઈલ મળી રૂ.69.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

New Update
Coal Theft Scam Accused Arrest
Advertisment
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાંથી કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી કુલ રૂપિયા 69 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવાના મામલામાં વધુ એક આરોપીની સુરતના કડોદરાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તારીખ-૨૩મી ઓગસ્ટના રોજ સુરતના મગદલ્લા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા ઈમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
દરોડા દરમ્યાન પોલીસે ગોડાઉનમાંથી 6.21 લાખનો 90 ટન કોલસો 4 ટ્રક, કાર અને મોબાઈલ મળી રૂ.69.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.મામલામાં શ્યામ એન્ટરપારાઇઝ ટ્રેડીંગમાં કરશન રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમપોટેડ કોલસો કાઢી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફલાયસ મીક્ષ કરી કોલસાની ચોરી કરતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસે અગાઉ આ મામલામાં 9 આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે.પોલીસે સુરતના કડોદરા વિસ્તારમાંથી કુતુબુદ્દીન ખાન નામના આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી સહારા ટ્રાન્સપોર્ટના માલિક હોવાનું બહાર આવ્યું છે.
Advertisment
Latest Stories