New Update
અંકલેશ્વર તાલુકાના જીતાલી અને કોસમડી ગામમાં વકફ બોર્ડની જમીન ખોટા દસ્તાવેજોના આધારે વેચી મારવાના કૌભાંડમાં રોજ નવા ફણગા ફૂટી રહયાં છે.
અમદાવાદમાં વકફ બોર્ડની કચેરીની મહિલા કર્મચારીએ જ ખોટા દસ્તાવેજો બનાવવામાં મદદ કરી હોવાની ખુલાસો થતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે. જીતાલી અને કોસમડી ગામની સીમમાં વકફ બોર્ડ ની મિલકતની જમીન વેચાણ અને ભાડાં કરાર અંગેની મંજૂરી બાબતે ખોટા બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરાયો હોવાની ફરિયાદ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ કેસની તપાસ દરમિયાન વધુ એક ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. જીતાલી ગામના ઇથાનાફળીયામાં રહેતા 78 વર્ષીય ઇસ્માઇલ પાંડોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories