અંકલેશ્વર : ONGC દિવસ અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, એસેટ મેનેજરે રાષ્ટ્રધ્વજને આપી સલામી

અંકલેશ્વર ખાતે ઓઇલ ક્ષેત્રે કાર્યરત દેશની અગ્રગણ્ય કંપની ONGC ખાતે ONGC દિવસ તેમજ  સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી.

New Update
ongc

અંકલેશ્વર ખાતે ઓઇલ ક્ષેત્રે કાર્યરત દેશની અગ્રગણ્ય કંપની ONGC ખાતે ONGC દિવસ તેમજ  સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી.આ પ્રસંગે એસેટ મેનેજરે ધ્વજ વંદન કરીને  સૌને શુભેચ્છા પાઠવી હતી.   

અંકલેશ્વર ONGC એસેટ ખાતે તારીખ 14 મી ઓગષ્ટના રોજ ONGC દિવસની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે દ્વારા ONGC પરિસરમાં ONGCનો ધ્વજ ફરકાવવામાં આવી સલામી આપવામાં આવી હતી,તેમજ એસેટ મેનેજર ગોખલેએ સંબોધન કરતા ONGCના  નિવૃત સૈનિકો અને કર્મચારીઓને યાદ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
જ્યારે તારીખ  15 મી ઓગષ્ટના રોજ ONGC કોલોની ખાતે 78 માં સ્વતંત્રતા પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી,એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી.આ પ્રસંગે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાતી પરેડની ઝાંખી સમાન ONGCમાં ફરજ બજાવતા CISF,ફાયર બ્રિગેડ,તેમજ સિક્યુરીટી ગાર્ડ સહિત સ્કૂલના બાળકોએ પરેડ યોજીને ઉપસ્થિત સૌ ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.અને એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેએ સ્વતંત્રતા પર્વની સૌને શુભેચ્છા પાઠવી હતી.   
Latest Stories