New Update
અંકલેશ્વરના કાપોદ્રા ગામે આવેલું છે ટ્રસ્ટ
મદ્રસા તાલીલૂમ ઇસ્લામ ટ્રસ્ટનો વિવાદ
ટ્રસ્ટની જમીનને પરત કરવા હુકમ
વકફ ટ્રીબ્યુનલ કોર્ટે હુકમ કર્યો
હાલના તમામ ટ્રસ્ટીઓને પણ સસ્પેન્ડ કરવા આદેશ
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની મદ્રસા તાલિમુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમા પરત કરવાનો વકફ ટ્રીબ્યુનલ કોર્ટ ગાંધીનગરના હુકમને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગુજરાત રાજય વકફ બોર્ડ ગાંધીનગર દ્ધારા કાપોદ્રાના ટ્રસ્ટમા આવેલ જમીન જેનો સર્વે નં ૨૦૫/અ છે તે જમીન પૈકી ની ૪૧૨૦૫ ફૂટ જમીનને ભાડા પટ્ટે આપવાની મંજૂરી આપી હતી.ઉપરોક્ત જમીનને ભાડા પટ્ટે લેવા માટે ગામના જ એક વ્યક્તિએ ટ્રસ્ટમાં અરજી કરી હતી.આજ ભાડે રાખનાર વ્યક્તિને આજ જમીન પૈકીની ૭૦૦૦૦ ફૂટ જગ્યા પહેલા આપી હતી અને તે જમીનનું ભાડુ રૂ. ૧૨ લાખ અને વકફ કાયદા મુજબની થતી સુરક્ષા અનામત રકમ રૂ.૧૮ લાખ બાકી હોવા છતાં ટ્રસ્ટીઓએ ૪૧૨૦૫ ફૂટ જમીન ગેરકાયદેસર રીતે વકફ બોર્ડના નિયમ વિરુદ્ધ જઈને ૨૨ વર્ષ માટે માસિક ૨૫૦૦૦ થી ભાડે પટ્ટે આપી દીધી હતી.
મદ્રસા તાલિમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદ્રા બી–૫૫૬ મા આવેલ સર્વે નં ૨૦૫/અ પૈકીની ૪૧૨૦૫ ફૂટ જમીન જે ગેરકાયદેસર રીતે ભાડે આપી હતી જે બાબતે ઈસ્માઈલ મહંમદ મતાદારે વિરોધ નોંધાવી ગુજરાત રાજય વકફ ટ્રીબ્યુનલ કોર્ટ ગાંધીનગર ખાતે અપીલ દાખલ કરી હતી.જેનો હુકમ આવતા ટ્રીબ્યુનલ કોર્ટે ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમા પરત કરવાનો તેમજ ભાડે રાખનાર વ્યક્તિને બાકી ભાડુ,સુરક્ષા અનામત રકમ ૧૮ લાખ,જીપીસીબીની રૂ. ૨૫ લાખની માટી ખોદાણ અંગે પેનલ્ટી અને મહેસૂલની રકમ ૧૫ દીવસમાં ભરવાનો હુકમ કર્યો હતો તેમજ વકફ ટ્રીબ્યુનલે ટ્રસ્ટના હાલના તમામ ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો અને નવેસરથી વકફ બોર્ડના સભ્યોની હાજરીમા ટ્રસ્ટીઓની નિમણુંક કરવાનો હુકમ કર્યો હતો.
/connect-gujarat/media/media_files/2025/12/04/p-two-arrested-for-betting-on-ipl-match-p-_1743103086441-2025-12-04-09-05-56.jpg)