અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે આયોજન
શિવ એકતા ગ્રુપ દ્વારા આયોજન
સન્માન સમારોહ યોજાયો
પરેશ પટેલનું કરાયુ સન્માન
જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે થઈ છે વરણી
ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામના પરેશ પટેલને જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.પરેશ પટેલના નામની જાહેરાત થતાં જ તેમના સમર્થકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. શિવ એકતા ગ્રુપ દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડી.જે.ના તાલે કાર્યકરો અને સમર્થકો નાચ્યા હતા તેમજ આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.ઉજવણી દરમિયાન પરેશ પટેલનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક કાર્યકરો અને સમર્થકોએ તેમને અભિનંદન પાઠવી તેમના નવા હોદ્દા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.