અંકલેશ્વર: વોર્ડ નંબર-1માં રૂ.16 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડાશે, ખાતર્મુહુત કરાયુ

અંકલેશ્વર નગર સેવાસદનના વોર્ડ નંબર 1માં રૂપિયા 16 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કાર્યનું નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વર નગરમાં વિકાસના કામોનો ધમધમાટ

  • વોર્ડ નંબર 1માં પેવર બ્લોક બેસાડાશે

  • કૃષ્ણ નગર-મોદી નગરમાં કામગીરી કરાશે

  • રૂપિયા 16 લાખનો ખર્ચ કરવામાં આવશે

  • ન.પા.પ્રમુખના હસ્તે કરાયુ ખાતમુહૂર્ત

અંકલેશ્વર નગર સેવાસદનના વોર્ડ નંબર 1માં રૂપિયા 16 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કાર્યનું નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર નગરમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં આવેલા કૃષ્ણનગર, મોદીનગર અને રામ વાટીકામાં પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રૂપિયા 16 લાખના ખર્ચે આ વિસ્તારોમાં પેવર બ્લોક બેસાડવામાં આવશે જેનાથી સ્થાનિકોની સુવિધામાં વધારો થશે.

Read the Next Article

ભરૂચ: મામલતદાર કચેરીમાં રૂ.25 લાખના ખર્ચે નિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન, 95 ગામના લોકોનો મળશે લાભ

જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે

New Update
  • ભરૂચ મામલતદાર કચેરીમાં નિર્માણ કરાયુ

  • જન સેવા કેન્દ્રનું નવીનીકરણ કરાયુ

  • રૂ.25 લાખનો ખર્ચ કરાયો

  • મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન

  • 95 ગામના લોકોને થશે લાભ

ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુંmઆ પ્રસંગે મહાનુભાવોએ હાજરી આપી હતી.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા મથકોએ જનસેવા કેન્દ્ર કાર્યરત છે ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેકટર એન. આર. ધાંધલ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે