New Update
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-6 અને 7ની પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં 24 ટીમોએ ભાગ લીધો હતો. અંકલેશ્વરના વોર્ડ નંબર-6 અને 7માં આવતા ફળીયા તેમજ વોર્ડના ખેલાડીઓ માટે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.જેમાં 24 ટીમોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં શિવ શંભુ ઇલેવન તેમજ પેન્ટર ઇલેવન વચ્ચે યોજાઈ હતી.
આ ટુર્નામેન્ટમાં શિવ શંભુ ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો.આ ટુર્નામેન્ટમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ,હિન્દુ ધર્મ સેનાના જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ સિંહ વાસીયા, નગર સેવક સુરેશ પટેલ સહિત આયોજક કેયુર રાણા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories