New Update
/connect-gujarat/media/media_files/2025/05/21/SBUIVHiFeoe9Hg2mcj9Q.jpg)
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બે પાન મસાલાના સ્ટોરમાં સરકારની ગાઈડ લાઈન મુજબ બીડી અને તમાકુનું વેચાણ ન કરતા બે વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી કુલ 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રતિન ચોકડી પાસે આવેલ ગુજરાત જનરલ સ્ટોર અને મોડર્ન સ્ટોરમાં બીડી ઉપર તથા તમાકુ પરના પેકિંગ ઉપર તમામ ઉત્પાદન પેકેજો પર કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ ચિત્ર ઇમેજ-2 મોઢાના ભાગે જમણી બાજુ બંને હોઠ કપાયેલ વાળું tobecco users die younger quite today call મુજબની દર્શાવેલ હોઈ છે.તેમ છતાં સ્ટોર ધારકે ચિત્ર ઇમેજ-2 વિના અને જૂની ઇમેજવાળું તમાકુ વેચાણ કરતા હોવાનું જણાય આવતા પોલીસે બંને સ્થળોએથી 82 હજારથી વધુનો બીડી અને તમાકુનો જથ્થો કબ્જે કર્યો હતો.અને ભરૂચના જૂની કોટ પારસીવાડ ખાતે રહેતો તોફિક હનીફ બરફવાલા અને અકીબ હનીફ મેમણને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.