New Update
/connect-gujarat/media/media_files/2025/08/12/ankleshwar-news-2025-08-12-16-29-36.jpg)
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસું ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને અંસાર માર્કેટ ખાતેથી ઝડપી પાડ્યો હતો.અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં GST વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂ.21.95 લાખના સીસાની ચોરી થઈ હતી.
ભરૂચ એલસીબીના પીએસઆઇ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસું ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી એઝાઝ અહેમદ નિસાર સિદ્દીકી અમીના પાર્ક સોસાયટીમાં ફરી રહ્યો છે.જેવી બાતમીના પોલીસે વોચ ગોઠવી હતી.અને અમીના પાર્ક સોસાયટીમાં રહેતો એઝાઝ અહેમદ નિસાર સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો.
ગત 24 મી ઓક્ટોબર 2024 ના રોજ રાજ્ય વેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્કોર્ડ દ્વારા હાઇવે પર વાહન ચકાસણી દરમિયાન એક ટ્રક જીએસટી કાયદા ની કલમ -130 હેઠળ ડિટેઇન કરી અંકલેશ્વર તાલુકા સેવા સદનના પરિસરમાં મુકવામાં આવી હતી જેમાંથી રૂ.21.95 લાખના સીસાની ચોરી થઈ હતી.
Latest Stories