/connect-gujarat/media/media_files/2025/11/12/arops-2025-11-12-18-18-19.png)
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની હદમાં આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જોખમી રીતે હેઝાર્ડસ વેસ્ટનો સંગ્રહ કરનાર ઈસમની રૂરલ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની હદમાં આવેલ પ્લોટ નંબર A -15 ખાતેના કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક -4માં ગોડાઉનમાં જોખમી રીતે હેઝાર્ડસ વેસ્ટનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમીને આધારે રૂરલ પોલીસની ટીમે રેડ કરી હતી.જેમાં પોલીસને જ્વલનશીલ હેઝાર્ડસ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ તપાસમાં ગોડાઉન માલિક દિપક ચમકલાલ મંડલ દ્વારા જહાંગીર તેમજ અન્ય ઈસમો સાથે મળીને આ સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.આ ઉપરાંત ફાયર સેફ્ટીને લગતા સાધનોનો પણ અભાવ જોવા મળ્યો હતો.પોલીસે દિપકકુમાર મંડલની ધરપકડની સાથે કુલ 4343 બેરલમાં ભરેલું 8330 લીટર મટીરીયલ કિંમત રૂપિયા 2 લાખ 34 હજાર 600નું વેસ્ટ મટિરિયલ સીઝ કરીને જીપીસીબીને પણ જાણ કરી હતી.તેમજ જહાંગીર સહિત અન્ય ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી.