New Update
/connect-gujarat/media/media_files/2025/02/21/kgH5HwLcNgEG1csjaXfE.jpg)
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દઢાલ ગામની સાગબારા ફાટક નજીક અમરાવતી ખાડી ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા સાથે દઢાલ ગામમાં રહેતો જુગારી ધર્મેશ ઉર્ફે લંબુ શંકર વસાવા,લવઘણ વિજય વસાવા,અમિત ઉર્ફે કાળો અશોક વસાવા,દીપક વસંત વસાવા અને વિજય વસાવા,ઉમેશ વસાવા તેમજ મનીષ વસાવાને ઝડપી પાડ્યો હતો
જયારે આવી જ રીતે પોલીસે જીતાલી ગામની નવી નગરીમાં રહેતી રૂપાબેન પ્રફુલ વસાવા પોતાના ઘર પાસે જુગાર રમાડી રહી છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જુગાર રમાડતી મહિલાને ઝડપી પાડી હતી.આમ પોલીસે બંને સ્થળોથી ૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Latest Stories