અંકલેશ્વર: B ડિવિઝન પોલોસે કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલનું કૌભાંડ ઝડપી પાડ્યું, ટ્રક સહિત રૂ.7 લાખનો મુદ્દામાલ જપ્ત

બાતમીના આધારે પોલીસે આમલાખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી.અને તેમાં તપાસ કરતા તેમાંથી હેઝાર્ડસ વેસ્ટનો જથ્થો મળી આવ્યો

New Update
  • અંકલેશ્વરમાંથી બહાર આવ્યું કૌભાંડ

  • કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર કરાતો હતો નિકાલ

  • સુરતના બોરાસરાની કંપનીમાં લઈ જવાતું હતું વેસ્ટ

  • રૂ.7 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત

  • કંપની અને ટ્રક માલિકો સામે ગુનો નોંધાયો

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આમલાખાડી બ્રિજ પાસેથી વેસ્ટ હેઝાર્ડસ ભરેલ હાઈવા ટ્રક મળી કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઈ એ.બી.સોલંકી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નાંદોસલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઈવા ટ્રકમાં માટી જેવું કાળા કલરનું હેઝાર્ડસ વેસ્ટ ભરી અંકલેશ્વરની વાલિયા ચોકડી થઈ માંગરોળ તાલુકાના નાના બોરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવા જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે આમલાખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી વળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી.અને તેમાં તપાસ કરતા તેમાંથી હેઝાર્ડસ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 39720 કિલો જથ્થો અને 7 લાખથી ટ્રક મળી કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને વાલિયા તાલુકાના ચમારીયા ગામના કુવા ફળિયામાં રહેતો ટ્રક ચાલક સુનિલ ખુમાન વસાવા ઝડપી તેની પૂછપરછ કરતા આ હેઝાર્ડસ વેસ્ટનો જથ્થો નાંદોસલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી યાસીન ઉસ્માન દિવાને કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયાએ કંપનીમાંથી ભરાવી આપી બોરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવાનું જણાવ્યું હતું.પોલીસે ટ્રકના માલિક ભરત ભરવાડ,યાસીન ઉસ્માન, કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયા તેમજ કંપનીના માલિક ઇશાક સુલેમાન નાંદોલિયા તેમજ શુભમ ફર્ટિલાઇઝર કંપનીના વહીવટકર્તા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.