અંકલેશ્વર: ગોલ્ડનબ્રિજ નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ફોટો-વિડીયો માટે લોકોનો ધસારો વધતા સલામતીના ભાગરૂપે લેવાયો નિર્ણય

પોલીસ દ્વારા લોકોને સાવચેતી રાખવા તથા ભીડ ન કરવા અપીલ પણ કરવામાં આવી છે.સ્થાનિક તંત્ર મુજબ નદીના પાણીનું લેવલ હજી થોડું વધવાની શક્યતા છે...

New Update
Police deployment
નર્મદા નદીમાં પાણીના સ્તરમાં વધારો થતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ પર લોકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. શુક્રવારે નર્મદા નદીનું લેવલ ભયજનક 24 ફૂટની સપાટીથી 3 ફૂટ ઉપર 27 ફૂટને પાર પહોંચ્યું હતું. પાણીનો આ નજારો જોવા અને ફોટા-વિડિઓઝ લેવા મોટી સંખ્યામાં લોકો બ્રિજ નજીક ભેગા થયા હતા. ભીડને કારણે સલામતીની દૃષ્ટિએ અંકલેશ્વર છેડે પોલીસ  બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા લોકોને સાવચેતી રાખવા તથા ભીડ ન કરવા અપીલ પણ કરવામાં આવી છે.સ્થાનિક તંત્ર મુજબ નદીના પાણીનું લેવલ હજી થોડું વધવાની શક્યતા છે. જેના કારણે નાગરિકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અને તંત્ર દ્વારા આપવામાં આવતા સૂચનોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Latest Stories