અંકલેશ્વર : રેલવે સ્ટેશન પરથી દોઢ વર્ષનું બિનવારસી બાળક મળી આવતા પોલીસે શરૂ કરી તપાસ

અંકલેશ્વર રેલવે પોલીસની આઉટ પોસ્ટ પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર ગત તારીખ 7મી મેના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ફરજ પર હતા. તેઓ આવતી જતી ટ્રેનના પેસેન્જરો પર નજર રાખી રહ્યા હતા.

New Update
aaaa

અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી દોઢ વર્ષનું બિનવારસી બાળક મળી આવ્યું હતું.

ગત7મી મેના રોજ રેલવે પોલીસને પ્લેટ નંબર2અને3વચ્ચે સીડી પાસેથી બાળક મળી આવ્યું હતું. ભરૂચની ચાઇલ્ડ વેલફેર ઓફિસરની હાજરીમાં બાળકને સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સીને સોંપવામાં આવ્યું છે. રડતા બાળકને લઇ પોલીસે5-5કલાક રેલવે સ્ટેશન પર બેસી રહ્યા છતાં કોઈ લેવા આવ્યા નહોતા.

અંકલેશ્વર રેલવે પોલીસની આઉટ પોસ્ટ પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર ગત તારીખ7મી મેના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ફરજ પર હતા. તેઓ આવતી જતી ટ્રેનના પેસેન્જરો પર નજર રાખી રહ્યા હતા. અરસામાં બપોરે સવા બે વાગ્યાના અરસામાં પ્લેટફોર્મ નંબર2અને3ની વચ્ચેના ભાગે સીડી નીચે એક દોઢેક વર્ષનું બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. બાળક બિલકુલ બોલી શકે તેમ ન હોવાથી તેમણે તેમના અન્ય પોલીસકર્મીઓની ટીમ સાથે રેલવે સ્ટેશન વિસ્તારમાં તેના માતા-પિતાને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેનો કોઇ પત્તો નહી લાગતા તેમણે ઘટનાને પગલે અજાણ્યા લોકો સામે બાળકોને ત્યજી લેવાના ઇરાદે અરક્ષિત અવસ્થામાં છોડી ભાગી ગયા મુજબના ગુના હેઠળ ફરિયાદ નોંધી હતી. તેમજ  ભરૂચની ચાઇલ્ડ વેલફેર ઓફિસરની હાજરીમાં બાળકને સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સીને સોંપવામાં આવ્યું હતું. બાળકના માતા-પિતાની નિષ્ઠુરતાએ છે કે આજે5મો દિવસ થયા છતાં હજુ સુધી બાળક શોધવાની દરકાર સુદ્ધા લીધી નથી. ત્યારે પોલીસ દ્વારા હાલત તો બાળકના પરિજનોની શોધખોળ શરૂ કરી હતી.

જાણવા મળ્યા મુજબ રેલવે પોલીસ દ્વારા પણ બાળકના વાલી વારસોની શોધખોળ માટેના સઘન પ્રયાસો શરૂ કર્યા છે.